સંવર્ધન માતૃભાષા વિષે

book image
       સંવર્ધન માતૃભાષાનું 

Book Image 3
   સંવર્ધન માતૃભાષાનું 

 

 

 

 

મને જે એફ કેનેડીનાં શબ્દો ” તમારે માટે દેશે શું કર્યુ તેને બદલે મેં દેશ માટે શું કર્યુ.” વાળી વાત હંમેશા પ્રેરતી હતી. મારા બ્લોગ ઉપર મુકાયેલ અને “મુંબઈ સમાચાર પારિતોષીક વિજેતા નિબંધ “માતૃભાષાનું દેવુ” માં આ મહાગ્રંથ નું બીજ પડ્યુ હતું.

તેમા એક સ્થળે  લખાયુ હતુ કે,

અહીં અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ અહીં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે. બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યારથી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.

ગુજરાતી સારસ્વત પરિચય પર ‘વેબ પર જાણો અને માણો’ http://sureshbjani.wordpress.com/web_info/ નો વિભાગ પૂ. સુરેશદાદા અને પૂ. જુગલકાકામાંથી પ્રેરણા લઈ શરૂ કર્યો. આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી માહીતિ કે ગુજરાતી ભાષાને લગતી માહીતિ આપવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાને જીવતદાન આપવા માટે સંયુક્ત પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. ભાષાનું ભાવિ ઘણું જ ધૂંધળું લાગે છે.

આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ.જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

આ નિબંધને ૮૫૩ નિબંધોમાં થી ૧૦મું સ્થાન મળ્યુ જે વાતને અહીં મારા મિત્રોએ વધાવી અને ૨૦૦૨માં શાયર આદિલ મન્સુરી આવવાના હતા ત્યારે ગુજરાતી સાહિત્ય સરિતાનાં સાત કવિઓનાં કાવ્ય સંગ્રહો તેમના હાથે વિમોચિત કરાવ્યા ત્યારે તેમના ઉદગાર હતા કે “ગુજરાતી કાર્ય અને પ્રસંગોનું હ્યુસ્ટન નોર્થ અમેરિકાનું પાટનગર છે.”

ત્યાર પછી ગુજરાતી સાહિત્ય સરિતાનાં નેજા હેઠળ જુદા જુદા ક્ષેત્રે સર્જનો થતા ગયા જેમાં પ્રૉ.સુમન અજ્મેરી, ચીમન પટેલ “ચમન” અને કવિ “રસિક” મેઘાણીની નોંધ ન લઉં તો નગુણો કહેવાઉં.

ગદ્ય પદ્ય નાટ્ય અને સંગીતનાં ક્ષેત્રે જુદા જુદા પ્રયાસોથી ધમધમતી ગુજરાતી સાહિત્ય સરિતા તકનીકી વિકાસ સાથે બ્લોગ વેબ સાઇટ અને સહિયારા સર્જનોથી તરબતર બની જ્યારે “સંવર્ધન માતૃભાષાનું” સ્વપ્ન કિરણ ઠાકરનાં સહયોગથી શક્ય બન્યું.

ગીનીઝ બુક રેકૉર્ડ ખાતે જાડામાં જાડુ પુસ્તક ૪૨૦૦ પાનાનું હતુ તેનાં થી ત્રણ ગણું એટલે કે ૧૨૫૦૦ પાનાનું પુસ્તક બન્યુ.

આ અલ્પ વિરામ છે..

આશા છે કે ગદ્યમાં જેવો પ્રયત્ન થયો તેવો જ પ્રયત્ન પદ્યમાં અને નાટ્ય સ્વરૂપોમાં થાય..અને તે આશા શક્ય એટલા માટે છે કે માતૃભાષા પ્રેમ એ અજબનું અમૃત છે. જે સૌએ ચાખ્યો છે અને સૌ અને જેઓ માતૃભાષા એ આવશ્યક સંસ્કાર છે તેવું માને છે તે સૌ માતૃભાષાને બીજી પેઢી સુધી લઇ જવાનાં આ યજ્ઞમા યત્કિંચિત ફાળો આપે છે જ.

વિજય શાહ

Vijay shah
વિજય શાહ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s